ગુજરાતી
તા. 3 મે 2012 ના રોજ, આખા લંડનમાંથી બધા લોકોને લંડનના મેયર અને લંડન વિધાનસભા માટે મતદાન કરવાની તક આપવામાં આવશે.
આ ચૂંટણી તમારું પ્રતિનિધિત્વ કરનારા લોકોને પસંદ કરવા અને તમારા રોજીંદા જીવનના ઘણાં પહેલુઓ માટે નિર્ણયો લેવા વિશે છે – જેમાં અન્ડરગ્રાઉન્ડ, સ્થાનિક બસ સેવાઓ, અને પોલિસ કામગીરીથી માંડીને હરિયાળી ભૂમિ, ગુણવત્તાભરી હવા તેમજ ટ્રફાલ્ગર સ્ક્વેર સામેલ છે.
તમે મતદાન કરી શકો તે માટે આ માપદંડો અવશ્ય સંતોષતા હોવા જોઇએઃ
- તા. 3 મે 2012 ના રોજ 18 કે વધારે વર્ષના હો
- બ્રિટિશ, કોમનવેલ્થ કે યુરોપીયન યુનિયનના નાગરિક હો
- લંડનમાં રહેતા હો
- મતદાન કરવા નોંધાયેલા હો.
આ ચૂંટણીમાં, તમારી પાસે ત્રણ મતો રહેશેઃ
- એક મત લંડનના મેયર માટે
- એક મત તમારા સ્થાનિક વિસ્તારમાં તમારું પ્રતિનિધિત્વ કરતી વ્યક્તિ માટે
- એક મત સમગ્ર લંડનનું પ્રતિનિધિત્વ કરતા લોકો માટે.
તમે મતદાન કરવા જાવ ત્યારે તમને ત્રણ મતપત્રો આપવામાં આવશે.
આ ચૂંટણી, મત ક્યાં આપવો, ક્યારે મત આપવો અને તમારા ત્રણ મતપત્રો કેવી રીતે ભરવા, આ અંગે વધુ માહિતી મેળવવા, કૃપા કરી અમારી ગુજરાતી પત્રિકા નીચેથી ડાઉનલોડ કરો. જો તમે અન્ય લોકોને ચૂંટણીમાં પોતાનું મંતવ્ય કહેવા ઇચ્છતા હો, તો પોસ્ટર્સ ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.
કૃપા કરી નોંધી લો કે મતપત્રો અંગ્રેજી ભાષામાં હોય છે અને મતદાન મથકોમાં ભાષાંતર કરેલી વાચન સામગ્રી ઉપલબ્ધ રહેશે નહીં. જો તમે ઇચ્છો, તો તમે તમને સહાયરૂપ થવા તમારી સાથે મતદાન મથકે કોઇને લઇ જઇ શકો છો, જો કે તમારી પોતાની પસંદગીઓ નોંધાવવા તમારે મતપત્રો અવશ્ય તમારી જાતે જ ભરવા.
જો મત નોંધાવવાની પદ્ધતિ વિશે તમને માહિતી જોઇતી હોય, તો કૃપા કરી વેબસાઇટની મુલાકાત લોઃ www.aboutmyvote.co.uk
તમારું મંતવ્ય જણાવો. તા. 3 મે ના રોજ મત આપો.
